17 કેમ કે, શાસ્ત્ર કેય છે કે, “મેલ્ખીસેદેકના મુખ્ય યાજકપદની રીત પરમાણે તું સનાતન યાજક છો.”
અને પરમેશ્વરે એને મેલ્ખીસેદેકની જેમ મોટા પ્રમુખ યાજકના કામો કરવા હાટુ નિમણુક કરયો.
એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.”
ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.
લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.
આ બાબત વધારે સોખી રીતે છે કે, મેલ્ખીસેદેક જેવો બીજો એક મુખ્ય યાજક ઉભો થયો છે.
પણ ઈસુ તો પરમેશ્વરનાં વચન દ્વારા યાજક બન્યો કે, “પરભુએ હમ ખાધા છે, અને ઈ પોતાના વિસાર કોયદી બદલશે નય. તું સનાતન યાજક છો.”