13 કેમ કે, આપડે જે આ વાતો કય રયા છયી ઈ મસીહના વિષે છે, જે એક નોખું કુળ છે, જે કુળમાંથી કોયે એક પણ વખત મુખ્ય યાજકની જેમ વેદીની સેવા નથી કરી.
લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.
કેમ કે જઈ મુખ્ય યાજક બદલાય છે તઈ નિયમ પણ બદલાવું જરૂરી છે.
કેમ કે, બધાય જાણે છે કે, આપડા પરભુ ઈસુનો યહુદા કુળમાં જનમ થયો, અને ઈ કુળમાંના યાજકપદ વિષે મુસાએ કાય કીધું નથી.