લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.
લેવીના વંશમાંથી જે પ્રમુખ યાજક બને છે, તેઓને આજ્ઞા મળી છે, કે તેઓને લોકો પાહેથી એટલે ઈબ્રાહિમથી પેદા થયેલા પોતાના ભાઈઓની પાહેથી નિયમ પરમાણે દસમો ભાગ લેવો જોયી.