જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપીને આગમાં નાખવા હાટુ તૈયાર છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.