7 કેમ કે, જે જમીન વારાઘડીએ વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ એને ખેડે છે તેઓની હાટુ ઉપયોગી પાક ઉપજાવે છે, એને પરમેશ્વર આશીર્વાદ આપે છે.
કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.
જે ખેડૂતો કઠણ મેનત કરે છે, પાકેલા અનાજમાંથી પેલો ભાગ એને જ મળવો જોયી.
ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે.