Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 6:6 - કોલી નવો કરાર

6 અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 6:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”


હવે તમે બધાય લોકોને બતાવો છો કે, ઈ તમારા બાપદાદાઓએ જે કીધું એની હારે સહમત છો, તેઓએ આગમભાખીયાઓને મારી નાખ્યા છે, અને તમે આગમભાખીયાઓ હાટુ કબરો બાંધો છો?


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


કેમ કે જે લોકોએ એકવાર પરમેશ્વરની હાસાયને જાણી છે અને સ્વર્ગથી વરદાનને પ્રાપ્ત કરયા અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા.


એની હાટુ હારું હોત તેઓએ કોય દિ શીખુ જ નોતુ કે, ન્યાયીપણાના મારગથી કેવી રીતે જીવવું જોયી. પણ પરમેશ્વર એને હજીય વધારે સજા દેહે કેમ કે, એણે એને જે કરવાનો ઈશારો દીધો, એને નકાર કરી દીધો; જેને અમે ગમાડેલા ચેલાઓએ એને દીધો હતો.


જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ