કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.
મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.
કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.