Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 6:17 - કોલી નવો કરાર

17 ઈ પરમાણે પરમેશ્વર પોતાના વચનની હાસાય, વચનના વારસોને બતાવવા હાટુ હમ ખાયને ભાગીદાર બન્યા,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 6:17
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે.


કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.


પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


વિશ્વાસી જે દેશના પરમેશ્વરે વાયદો કરયો હતો, ઈ દેશમાં ઈબ્રાહિમ પરદેશીની જેમ માંડવામાં રેય. તેઓની હારે પોતાનો દીકરો ઈસહાક અને પોતાના દીકરાનો દીકરો યાકુબ જે તેઓની હારે ઈ જ આજ્ઞાનો વારસદાર હતો અને ઈ જ માંડવામાં રેતો હતો.


આ ઈ હાટુ છે જેથી તમે આળસુ નો બનો, પણ જે લોકોએ પોતાના વિશ્વાસ અને ધીરજના કારણે પરમેશ્વરનાં વાયદાને મેળવા છે એને નમુનો રાખીને એની પરમાણે કરો.


જઈ લોકો પોતાના કરતાં જેઓ મહાન હોય છે; તેઓના હમ ખાય છે અને હમથી તેઓના બધાય વિવાદનો અંત આવે છે.


એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.


કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ