16 જઈ લોકો પોતાના કરતાં જેઓ મહાન હોય છે; તેઓના હમ ખાય છે અને હમથી તેઓના બધાય વિવાદનો અંત આવે છે.
હે ભાઈઓ અને બહેનો, હું રોજના જીવનથી એક દાખલો આપું છું, જઈ બે લોકો એક સંમત થાય છે અને તેઓ સઈ કરે છે, તો એવું કોય નથી જે ઈ ઉમેરો બદલી હકે.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમ હારે વાયદો કરયો, તઈ હમ ખાવા હાટુ પોતાથી મોટો કોય નોતો; ઈ હાટુ એણે પોતાના જ હમ ખાધા,