ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
ઈસુએ તેઓને કીધું કે, તમે જયને ઈ શિયાળ જેવા સાલાક માણસને કયો કે, આજે-કાલે હું લોકોમાંથી મેલી આત્માને બાર કાઢું અને માંદા માણસને હાજા કરું છું, અને ત્રીજે દિવસ મારું કામ પુરું થાહે.
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.
આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.
મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.
હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.