Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 5:7 - કોલી નવો કરાર

7 તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 5:7
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે રાડ પાડીને કીધુ કે, એલોઈ, એલોઈ, લમા શબકથની એટલે કે, “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”


તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.


ત્રણ વાગ્યાની આસપાસ, ઈસુએ ઉસા શબ્દોથી બોલાવીને કીધું કે, “એલોઈ, એલોઈ, લમાં શબકથની?” જેનો અરથ “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”


તઈ ઈસુએ મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.


અને ઈસુએ મોટા અવાજે પોકાર કરયો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં હોપું છું” અને ઈસુએ એમ કયને જીવ છોડ્યો.


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”


ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


અને ઈ હાટુ આપડે ઈસુ મસીહના દેહને એક જ વાર બલિદાન સડાવવાથી સદાયની હાટુ પવિત્ર કરવામાં આવે છે.


આ જ કારણથી જઈ મસીહ જગતમાં આવવાના હતા તઈ એણે પરમેશ્વરને કીધું કે, “તમે બલિદાનો અને અર્પણો ઈચ્છતા નથી, પણ તમે મારી હાટુ દેહ તૈયાર કરયુ છે.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


આ કારણે જઈ આપણને એવુ રાજ્ય મળે છે, જે ધરુજાવી નય હકાય, ઈ હાટુ પરમેશ્વર રાજી હોય આ રીતેથી આપડે એનું ભજન માનથી અને બીકથી કરી.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


અને જે કોય ઈસુને નથી માનતો, ઈ પરમેશ્વર તરફથી નથી. જેની સરસા તમે હાંભળી સુકયા છો કે, આ મસીહના વિરોધની આત્મા છે, ઈ આવવાનો છે અને અત્યારે પણ જગતમાં છે.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ