લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.
શાસ્ત્રમાં મેલ્ખીસેદેકનાં માં-બાપ, એના બાપ-દાદાઓ અને એના જનમ અને મોત વિષે કાય પણ લખેલુ નથી. ઈ પરમેશ્વરનાં દીકરાની જેમ છે અને ઈ સદાય મુખ્ય યાજક બનેલો રેય છે.
અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.