જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.
હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.
આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.
ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,