હિબ્રૂઓને પત્ર 5:12 - કોલી નવો કરાર12 કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી. အခန်းကိုကြည့်ပါ။ |
જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.