Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 4:7 - કોલી નવો કરાર

7 આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 4:7
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને પુછયું કે, “તો આત્માથી દાઉદ એને પરમેશ્વર કેમ કેય છે?


ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”


કેમ કે, દાઉદે પોતે જ ગીતશાસ્ત્રમાં કીધું છે કે, “પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધું કે, તુ મારી જમણી બાજુ બેહ.


“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.


દાઉદે જોયું કે, ભવિષ્યમાં પરમેશ્વર શું કરવા જય રયો છે, અને ઈ હાટુ એણે જઈ મસીહને મરેલામાંથી જીવતા થાવાના વિષે વાત કરી કે, એને અધોલોકના જગતમાં પડયો રેવા દીધો નય; એનો દેહ હડી ગયો નય.


પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,


શાસ્ત્ર આમ કેય છે, “જો આજે તમે પરમેશ્વરનો શબ્દ હાંભળો છો, તો જેમ તમે પરમેશ્વર વિરુધ બળવો કરયો; તઈ જેવા હઠીલા બન્યા એવા હઠીલા બનશો નય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ