5 આ બાબત વિષે પાછુ કેવામાં આવ્યું છે કે, “તેઓ મારા આરામમાં કોયદી આવી હકશે નય.”
મેં ગુસ્સામાં આવીને હમ ખાધા કે, તેઓ મારા આરામમાં કોયદી નય આવી હકે.”
પણ આપડે વિશ્વાસ કરનારા પરમેશ્વરનાં વિશ્રામવારે જ આવશું. એણે જેમ કીધું હતું એમ, “મેં ગુસ્સામાં ભરાયને હમ ખાધા કે, તેઓ મારા આરામની જગ્યામાં કોયદી આવી હકશે નય.” જગતની રસના કરી ઈ વખતથી જ એનું કામ પુરુ થયું હોવા છતાય એણે કીધું.