Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 4:2 - કોલી નવો કરાર

2 કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 4:2
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


પરમેશ્વરે પોતાના ચેલાઓને મરેલામાંથી પાછા જીવાડીને બધાયની પેલા તમારી પાહે મોકલ્યો કે, તમારામાથી દરેકને એના ખરાબ કામોમાંથી છોડાવીને આશીર્વાદ આપે.


જો તુ શાસ્ત્રને પાળનાર હો, તો સુન્‍નત ફાયદાકારક છે ખરી; પણ જો તું શાસ્ત્રને પાળનારો નો હો, તો ઈ તારી સુન્‍નત, વગર સુન્‍નતની થય જાય છે.


જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?


અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે.


આજ ફકત એક વાત છે, જે હું તમારીથી શીખવા માગું છું કે, શું તમે નિયમના કામો દ્વારા આત્મા મેળવી છે; કા જે તમે હાંભળો છો એની ઉપર વિશ્વાસ કરવા દ્વારા?


શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.


તમને યાદ હશે કે, ઈ એક બીમારીને કારણે હતું કે, હું પેલીવાર તમારી પાહે હારા હમાસાર પરચાર કરવા આવ્યો.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે.


પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.


હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે.


જેથી કેટલાકને એમા અંદર આવવાનું બાકી હતું અને જેઓને પેલા હારા હમાસાર પરગટ કરવામાં આવ્યા હતા, તેઓએ આજ્ઞાનો ભંગ કરયો. જેથી તેઓ અંદર આવી હક્યાં નય,


ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ