8 તો તમારા વડવાઓએ પરમેશ્વરની વિરુધ બળવો કરયો અને વગડામાં ઈ દિવસે તેઓની પરીક્ષા કરી એમ તમે તેઓની જેવા હઠીલા બનશો નય.
કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.
પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.
આ ઈજ માણસ છે જે મિસર દેશમાં, લાલ દરિયો અને વગડામાં સ્યાલીસ વરહ હુધી અદભુત કામો અને સમત્કારો કરીને તેઓને બારે લીયાવો.
અને આપડે મસીહને પારખવો જોયી નય; જેવું એનામાંથી કેટલાકે કરયુ, અને એરુના કવડવાથી તેઓ મરી ગ્યા.