અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય.
પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.