10 ઈ હાટુ મેં ઈ લોકોની વિરુધ ગુસ્સે થયને કીધું કે, “તેઓ સદાય દગાખોર નીકળા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો નકાર કરે છે.
આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા.
અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.
પણ હું હાસુ બોલું છું, અને તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા.
કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.
કેટલાક લોકો કય હકે છે, “પણ જો મારું ખોટુ પરમેશ્વરની હાસાયને પરગટ કરે છે અને એને હજી વધારે મહિમા મળે છે, તો ઈ કેવી રીતે મારો ન્યાય કરી હકે છે, અને મને એક પાપીની રીતે અપરાધી ઠરાવી હકે છે?”
પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.
હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે.