7 થોડાક વખત હાટુ જ સ્વર્ગદુતો કરતાં તમે એને ઉતરતો કરયો, પણ પછી તમે એને મહિમા અને માનનો મુગટ પેરાવ્યો અને બધીય વસ્તુઓ ઉપર અધિકારી બનાવ્યો.
પણ હારું કરનાર દરેક ઉપર મહિમા, માન અને શાંતિ આયશે, પેલા યહુદીઓ પછી બિનયહુદીઓ ઉપર;
જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.
હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.
પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.