6 પણ શાસ્ત્રમાં કોય જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે; હે પરમેશ્વર, માણસની શું હેસીયત કે, તું એને ધ્યાનમાં લેય કે, માણસનો દીકરો કોણ કે, તું એની કાળજી રાખ?
એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”
અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.