5 પરમેશ્વરે આવનાર નવા જગતને જેના વિષે આપડે વાત સીત કરી છયી, ઈ સ્વર્ગદુતોના હાથમાં હોપુ નથી.
બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે.
કેમ કે, આ જગતમાં આપડુ એક જગ્યાએ ઘર નથી, પણ આપડે આવનાર તે શહેરની રાહ જોય રયા છયી જે સદાય હાટુ રેનાર છે.
અને જે લોકોએ પરમેશ્વરનાં ઉતમ વચનનો અનુભવ કરયો, અને આવનાર વખતના પરાક્રમનો અનુભવ કરયો છે.
પણ એના વાયદા પરમાણે આપડે નવા આભ અને નવી પૃથ્વીની વાટ જોય રયા છયી, જ્યાં ન્યાયીપણું રેહે.
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”