હિબ્રૂઓને પત્ર 2:2 - કોલી નવો કરાર2 કેમ કે, જો પરમેશ્વરનો સંદેશો જે સ્વર્ગદુત દ્વારા આપવામાં આવ્યો હતો, ઈ સદાય હાસુ સાબિત થયો, અને જેઓએ ઈ આજ્ઞાઓને માની નય અને પાલન કરયુ નય તેઓને પરમેશ્વરે સજા આપી. အခန်းကိုကြည့်ပါ။ |
તો પછી શાસ્ત્રનો હેતુ શું હતો? ઈ તો ગુનાના કારણે પછીથી દેવામાં આવ્યો, પરમેશ્વરે શાસ્ત્રની રસના આ પરકારે કરી હતી કે, આ ઈ વખત હુધી માન્ય રેહે જ્યાં હુધી કે, ઈબ્રાહિમનો વંશ, મસીહ નય આવે; આ ઈ વંશને વિષે હતું જેનો પરમેશ્વરે વાયદો કરયો હતો. સ્વર્ગદુતોની મદદથી મુસાને શાસ્ત્ર દેવામાં આવ્યું અને મુસા પરમેશ્વર અને લોકોની વસે મધ્યસ્થી બની ગયો.
ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે.