15 આ કારણે પરભુ ઈસુએ ઈ લોકોનું તારણ કરયુ; જે મોતની બીકે પોતાનું પુરૂ જીવન ગુલામોની જેમ વિતાવી રયા હતા.
કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.
સૃષ્ટિ ઈ દિવસની રાહ જોય રય છે, જઈ ઈ મોત અને વિનાશથી છુટીને પરમેશ્વરનાં બાળકોની હારે મહીમામય આઝાદીમાં ભાગીદાર થય જાહે.
એણે જ આપણને મોતના મોટા જોખમમાંથી બસાવ્યા અને બસાયશે, અને એની ઉપર આપડી આ આશા છે કે, ઈ આગળ પણ આપણને બસાવતો રેહે.
જેઓ શાસ્ત્રને આધીન રેવા માગે છે તેઓને હું આ સવાલ પૂછવા માગું છું કે, શાસ્ત્ર જે કેય છે ઈ તમે હાંભળતા નથી?
કેમ કે, પરમેશ્વરે આપણને બીકનો આત્મા નય, પણ સામર્થથી અને એક-બીજા હારે પ્રેમ રાખવાનો અને બધીય વાતોમાં શિસ્તથી રેવાનો આત્મા આપ્યો છે.
કેમ કે, પરભુ ઈસુ તો સ્વર્ગદુતોને નય પણ ઈબ્રાહિમની પેઢીના લોકોને મદદ કરે છે.