ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.
અને જેનું નામ સ્વર્ગમાં લખવામાં આવ્યું છે, તમે આવા પરમેશ્વરની પેલા જનમેલા બાળકોની સભામાં કા મંડળીમાં આવ્યા છો, અને તમે બધાય લોકોનો ન્યાય કરનારા પરમેશ્વરની પાહે અને જે લોકોને નિર્દોષ ઠરાવવામાં આવ્યા; એવા ન્યાયી લોકોના આત્માઓ પાહે આવ્યા છો.