હિબ્રૂઓને પત્ર 13:9 - કોલી નવો કરાર9 અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી. အခန်းကိုကြည့်ပါ။ |
જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.
મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.