6 ઈ હાટુ આપડે હિંમતથી કેયી છયી કે, “પરભુ, મારા મદદગાર છે, હું નય બીવ, માણસ મને શું કરી હકે?”
જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.
તો આપડે આ વાતોના વિષે શું કેયી? જઈ પરમેશ્વર આપડા પક્ષમાં છે, તો આપડો વેરી કોણ થય હકે છે?
મસીહની હારે આપડા ભેગા થાવાના કારણે અને એની ઉપર આપડા વિશ્વાસના કારણથી, હવે અમે પરમેશ્વરની હાજરી હોવાથી આપડી આઝાદી છે.
ઈ હાટુ હે વાલા, ભાઈઓ અને બહેનો કેમ કે ઈસુ મસીહે આપડી હાટુ પોતાની જાતને બલિદાનરૂપે લોહી સડાવી દીધુ, ઈ હાટુ આપડે બીયા વગર પવિત્ર જગ્યામાં જઈ હકી છયી.
ઈ હાટુ આવો આપડે હિંમતથી મસીહની પાહે આવી, જેથી આપણને દયા મળે અને ઈ કૃપા મેળવશુ, જે આપડી જરૂરિયાતોમાં આપડી મદદ કરે છે.