5 રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”
સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.”
જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
ખરેખર મારો કેવાનો અરથ આ હતો કે, તમારામાંથી કોય સાથી વિશ્વાસીની હારે, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ મૂર્તિપૂજકો, નિંદા કરનારાઓ, દારૂડીયાઑ હારે સબંધ રાખવો તો આઘું, એવા લોકોની હારે ખાવું પણ નય.
કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.
ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.
આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.
પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.