જે લોકો વિશ્વાસી નથી એની નિંદા કરવી આપડી જવાબદારી નથી, પરમેશ્વર અવિશ્વાસી લોકોનો ન્યાય કરશે પણ જેવું શાસ્ત્ર કેય છે અનૈતિક માણસને પોતાના સમુહની હારે જોડાવાની રજાનો આપે.
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.
અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.
પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.
તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.
આગેવાન નિરદોષ હોય અને એની એક જ બાયડી હોય, અને એના બાળકો ઈસુ ઉપર વિશ્વાસ કરનારા હોય, અને ઈ બાળકો ખરાબ વરતન કરનારા નો હોય પણ માં-બાપની આજ્ઞાનું પાલન કરનારા હોય.
પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.