હું પારકો હતો, પણ તમે મને પોતાના ઘરમાં મેમાન રાખ્યો નય. હું નાગો હતો, પણ તમે મને લુગડા પેરાવા નય. હું માંદો અને જેલખાનામાં હતો પણ તમે મારી ખબર લીધી નય.
ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.
કેટલાયને પાણા મારીને મારી નાખ્યા, તેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, કેટલાકને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાક જે ગરીબ હતા તેઓને દુખ આપવામાં આવ્યું અને તેઓની હારે ખરાબ વેવાર કરવામાં આવ્યો તેઓ ઘેટાં અને બકરાના સામડામાંથી બનાવેલ ખાલ પેરીને આમ-તેમ ભટકતા રયા.