22 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે.
નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.
ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.
મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.