Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:18 - કોલી નવો કરાર

18 તમે અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો, કેમ કે આપડી બુદ્ધિ ઉત્તમ છે; એવું આપણને ખબર છે, અને આપડે સદાય બધીય બાબતોમાં હારી રીતે રેવાની ઈચ્છા રાખી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


ભૂંડાઈના બદલે કોયનું ભુંડુ નો કરો, જે વાતો બધાય માણસોની નજરમાં હારી છે, ઈ કરવાની કાળજી રાખો.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


હવે વિશ્વાસુ ભાઈઓ અને બહેનો, આપડા પરભુ ઈસુ મસીહની હાટુ અને પવિત્ર આત્માના પ્રેમની હાટુ હું તમને વિનવણી કરું છું.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.


અને એની હારે અમારી હાટુ પણ પ્રાર્થના કરતાં રયો કે, પરમેશ્વર અમારી હાટુ વચનનું પરચાર કરવાનો મારગ ખોલે કે, અમે મસીહની ગુપ્ત વાતોને હંમજાવી હકી, જેનો પરચાર કરવાના કારણે હું જેલખાનામાં છું


જેથી અવિશ્વાસી લોકો તમારો વ્યવહાર જોયને તમને માન આપે, અને તમને પોતાની જરૂરિયાતો હાટુ કોયની ઉપર ભરોસો નો રાખવો પડે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરો.


છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ