13 ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.
પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.
તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
એણે બધાયને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.
ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.
મિસર દેશના ભંડારોમાંથી વધારે એને મસીહ હાટુ નિંદા સહન કરવાનું હારૂ ગણ્યું, કેમ કે જે હારું ફળ એને સ્વર્ગમાં મળવાનું હતું એની તરફ એનું ધ્યેય હતું.
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.
ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.
તમારે હજી હુધી પાપનો વિરોધ કરવા હાટુ લોહી વહેડાવું પડયું નથી.
આ કારણે તમારા મિત્રો નવાય પામે છે, જઈ તમે એની હારે ઈ ખરાબ વસ્તુઓ કરવામા ભેગા નથી હોતા, જે ઈ કરે છે, એટલે તેઓ તમારી બદનામી કરે છે.