મારો કેવાનો અરથ આમ છે કે, જે વસ્તુને લોકો મૂર્તિઓને બલિદાન કરે છે તેઓ પરમેશ્વર હાટુ નથી, પણ મેલી આત્માઓ હાટુ બલિદાન કરે છે અને હું નથી ઈચ્છતો કે, તમે મેલી આત્માઓના સહભાગી થાવ.
પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.
જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”