8 પણ જો શિક્ષણના ભાગીદાર બધાય થયા છે, અને આવું શિક્ષણ તમને નો મળ્યું હોય, તો તમે પરમેશ્વરનાં દીકરા નથી, પણ તમે છીનાળવાથી જનમેલા દીકરા છો.
પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.
“મારા દીકરા પરભુના શિક્ષણનો નકાર નો કર, અને ઈ તને ઠપકો આપે તઈ નિરાશ નો થા. કેમ કે, પરભુ જેની ઉપર પ્રેમ રાખે છે, ઈ હરેકને કેળવે છે અને જેને ઈ દીકરા તરીકે અપનાવે છે; એને ઈ શિક્ષણ આપે છે.”