7 તમે જે દુખ સહન કરો છો એને બાપનું શિક્ષણ હમજીને સહન કરી લ્યો, કેમ કે પરમેશ્વર તમારી હારે પોતાના દીકરાઓની જેમ વ્યવહાર કરે છે, ઈ કયો દીકરો છે; જેને બાપ શિક્ષણ આપતો નથી?
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”