6 “મારા દીકરા પરભુના શિક્ષણનો નકાર નો કર, અને ઈ તને ઠપકો આપે તઈ નિરાશ નો થા. કેમ કે, પરભુ જેની ઉપર પ્રેમ રાખે છે, ઈ હરેકને કેળવે છે અને જેને ઈ દીકરા તરીકે અપનાવે છે; એને ઈ શિક્ષણ આપે છે.”
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.