તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.
તમે જે દુખ સહન કરો છો એને બાપનું શિક્ષણ હમજીને સહન કરી લ્યો, કેમ કે પરમેશ્વર તમારી હારે પોતાના દીકરાઓની જેમ વ્યવહાર કરે છે, ઈ કયો દીકરો છે; જેને બાપ શિક્ષણ આપતો નથી?
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.