કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.
પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.
તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.
આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.
એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું.
પરમેશ્વરનાં આત્માએ મારી ઉપર નિયંત્રણ કરી લીધું અને સ્વર્ગદૂત મને એક બોવ જ ઉસા ડુંઘરાની ટોસ ઉપર લય ગયો અને પરમેશ્વરનું પવિત્ર શહેર નવું યરુશાલેમ સ્વર્ગથી પરમેશ્વર પાહેથી નીસે ઉતરતા દેખાણું.
મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.
જો કોય એવો માણસ હોય જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવેલી આગમવાણીની વાતોમાથી કાય પણ કાઢી નાખશે, તો પરમેશ્વર પણ એને ઈ ઝાડમાથી ફળ ખાવાના અધિકારને કાઢી નાખશે; જે જીવન આપે છે અને એના પવિત્ર શહેરમાં રેવાનો અધિકાર કાઢી નાખશે, જેની વિષે આ સોપડીમા પેલાથી જ બતાવવામા આવ્યું છે.
ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.