Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 12:2 - કોલી નવો કરાર

2 આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 12:2
78 ပူးပေါင်းရင်းမြစ်များ  

ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”


જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”


એવી રીતેથી, પવિત્રશાસ્ત્ર ખરું થય ગયુ; જે મસીહના વિષે કેવામાં આવે છે કે, “એને એક ગુનેગારોની જેમ ગણવામાં આયશે.”


જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો.


ઈસુએ તેઓને જવાબ દિધો કે, “આ હાસુ છે કે, પરમેશ્વરે એલિયાને મોકલવાનો વાયદો કરેલો હતો કે, ઈ બધુય ઠીક કરવા હાટુ પેલા જ આવી જાય, પણ એલિયા પેલા જ આવી ગયો છે,” અને અમારા આગેવાનોએ એની હારે બોવ ખરાબ વ્યવહાર કરયો. જેવું તેઓ કરવા માગતા હતાં, આવું બોવ વખત પેલાથી આગમભાખીયાઓએ કીધું હતું કે, “તેઓ કરશે. પણ માણસનો દીકરો, મારા વિષે શાસ્ત્રમા બોવ બધુય લખેલુ છે, શાસ્ત્રમા કેય છે કે, હું ખુબજ દુખ સહન કરય અને લોકો મને અપનાયશે નય.”


તરત બાળકના બાપે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, હું વિશ્વાસ કરું છું કે, હું શંકા નો કરું, ઈ હાટુ તુ મારી મદદ કર.”


ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”


પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો.


તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.


અને જઈ હું ધરતી ઉપરથી લય લેવામાં આવય તઈ હું બધાયને મારી પાહે લય લેય.”


ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


તમારો વડવો ઈબ્રાહિમ મારો આવવાનો વખત જોવાથી બોવ રાજી થયો હતો, ઈ વખતે એનુ જોયું અને રાજી થયો.


ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”


અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


વધસ્થંભ ઉપર પોતાના મોત દ્વારા મસીહે બે જુથોને એક કરી દીધા અને એનો મેળાપ પરમેશ્વરની હારે કરાવી દીધો, આ રીતે યહુદીઓ અને બીજી જાતિઓની વશે દુશ્મની મટાડી દીધી.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.


પણ આપડુ સ્વદેશ સ્વર્ગ છે, અને જ્યાંથી આપડે પોતાના તારનાર પરભુ ઈસુ મસીહને પાછા આવનારની રાહ જોયી છયી.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


પરમેશ્વરે કોયદી પોતાના સ્વર્ગદુતને એમ નથી કીધું કે, “હું તારા વેરીઓને તારા પગ નીસે મુકવાનું આસન નો બનાવું ન્યા હુધી; તું મારી જમણી બાજુ બેહીજા.”


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


કેમ કે, એણે પોતાને એક જ બલિદાન કરવા દ્વારા તે લોકોને હાટુ પુરે પુરૂ અર્પણ પુગાડી દીધું છે, જેને ઈ પવિત્ર કરે છે.


પેલા તો નિંદાઓથી અને દુખથી તમે અપમાનરૂપ થ્યા અને પછી જેઓને સતાવ્યા હતા તેઓની હારે ભાગીદાર થયને દુખોનો બોવ ભારે હુમલો સહન કરયો.


કેટલાક લોકોની ઠેકડી ઉડાડી, અને કોરડાથી માર ખાધી, કેટલાક લોકોને બેડીયુથી બાધીને જેલખાનામાં નાખી દેવામાં આવ્યા.


ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.


ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


ઈ હાટુ કે, મુસાના નિયમથી કાય પણ પુરે પુરૂ થયું નથી, અને એની જગ્યાએ આપણને એક ખાસ આશા આપવામાં આવી, જે ઈસુ મસીહમાં છે, જેના દ્વારા આપડે પરમેશ્વરની પાહે જય હકી છયી.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે અમારા મહિમાવાન પરભુ ઈસુ મસીહના ચેલાઓ છો ઈ હાટુ તમારી વસે ભેદભાવ નો થાય.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.


પોતાને પરમેશ્વરનાં પ્રેમમાં રાખો અને આપડો પરભુ ઈસુ મસીહની દયાની વાટ જોવો, જે તમને અનંતકાળનું જીવન આપશે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ