18 તમે એવી જગ્યાએ નથી આવ્યા જે સિનાઈ ડુંઘરાની જેમ છે, જેને જોય કે અડી હકી, આયા હળગતી આગ, અને કાળા ભમ્મર વાદળા, અને અંધારું, અને વાવાજોડું છે,
તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.
કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.
અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય.
કેમ કે, સજાની આજ્ઞામાં માહિમમાં હતો, તો ન્યાયીપણાની સેવામાં મહિમા કેટલી વધારે છે.
કેમ કે, પરમેશ્વરે આપણને બીકનો આત્મા નય, પણ સામર્થથી અને એક-બીજા હારે પ્રેમ રાખવાનો અને બધીય વાતોમાં શિસ્તથી રેવાનો આત્મા આપ્યો છે.