પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.
આપડા દેહિક બાપ તો આપણને થોડાક વખત હાટુ, તેઓને લાયક લાગે છે એમ જ શિક્ષણ આપે છે, પણ પરમેશ્વર આપણને આપડી ભલાય હાટુ શિક્ષણ આપે છે, જેથી આપડે પણ એની જેમ પવિત્રતાના ભાગીદાર થાયી.