10 આપડા દેહિક બાપ તો આપણને થોડાક વખત હાટુ, તેઓને લાયક લાગે છે એમ જ શિક્ષણ આપે છે, પણ પરમેશ્વર આપણને આપડી ભલાય હાટુ શિક્ષણ આપે છે, જેથી આપડે પણ એની જેમ પવિત્રતાના ભાગીદાર થાયી.
પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.
તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.
ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.