Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 11:7 - કોલી નવો કરાર

7 જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 11:7
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરે તેઓને સપનામાં સેતવણી આપી કે, હેરોદ રાજાની પાહે પાછુ જાવું નય, તેઓએ રાજાને જાણ નો કરી કે, તેઓ બીજા મારગે થયને પોતાના દેશમાં વયા ગયા.


ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો.


જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.


કેમ કે, જ્યાં હુધી જળપ્રલયની અગાવ નૂહ વહાણમાં નો સડી બેઠો, ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.


જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”


જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે.


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


પણ જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, ઈ એવું કેય છે કે, તુ તારા મનમાં નો કેય કે, સ્વર્ગમાં કોણ સડશે? એટલે કે, મસીહને નીસે લીયાવવા હાટુ;


એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.


અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.


પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


હવે વિશ્વાસ તો આપડે જે આશા રાખી છયી; એની ખાતરી અને જે વસ્તુઓ જોય નથી હકાતી એનો પુરાવો છે.


ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.


તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;


જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”


ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.


આ પાણી દ્વારા એણે ઈ જગતનો નાશ કરી નાખ્યો, જે ઈ વખતે હયાત હતું. એણે એક ભારે વરસાદ મોકલ્યો અને એનાથી પૃથ્વી ઉપર ભયાનક જળપ્રલય થયું અને બધાય જીવતા પ્રાણીઓનો નાશ કરી નાખ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ