પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.
ઈ હાટુ કે, મુસાના નિયમથી કાય પણ પુરે પુરૂ થયું નથી, અને એની જગ્યાએ આપણને એક ખાસ આશા આપવામાં આવી, જે ઈસુ મસીહમાં છે, જેના દ્વારા આપડે પરમેશ્વરની પાહે જય હકી છયી.
આ કારણે પૃથ્વી ઉપરનો માંડવો અને એમા બધી વસ્તુઓને પશુઓના લોહીથી સોખું કરવુ પડતું હતું અને આ બધીય સ્વર્ગીય વસ્તુઓની જેમ છે. પણ સ્વર્ગીય વસ્તુઓ હાટુ જનાવરોના લોહીથી વધારે હારુ બલિદાન જરૂરી હતું.
તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.