પછી ઈસુએ એમ કેવાનું સાલું રાખ્યું કે, જઈ તમે ઈબ્રાહિમને, ઈસહાકને, યાકુબને અને બધાય આગમભાખીયાઓને પરમેશ્વરનાં રાજ્યમાં જોહો, અને પોતાને બારે કાઢી મુકેલા જોહો, જ્યાં દુખથી રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે.
હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા.