Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 11:16 - કોલી નવો કરાર

16 પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 11:16
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


મરેલાના જીવતા ઉઠવાના વિષે મૂસાની સોપડીમા લખવામાં આવ્યું છે કે, હળગતા ઝડવામાંથી મૂસાની હારે વાતો કરે છે, પરમેશ્વરે મુસાને કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.


જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


પણ મરેલા જરૂર જીવતા થાય છે. મુસાને પણ બળતા ઝાડવામાં એની નિશાની આપી છે કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.


મારા બાપના ઘરમાં રેવા હાટુ બોવ જગ્યા છે, જો નો હોય તો હું તમને કય દવ છું કે, કેમ કે હું તમારા હાટુ જગ્યા તૈયાર કરવા હાટુ જાવ છું


“હું તારા વડવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબનો પરમેશ્વર છું,” તઈ મુસા બીય ગયો અને ધ્રુજવા લાગ્યો, અને ન્યા લગી કે એને જોવાની એની હિમંત પણ નોતી.


પણ આપડુ સ્વદેશ સ્વર્ગ છે, અને જ્યાંથી આપડે પોતાના તારનાર પરભુ ઈસુ મસીહને પાછા આવનારની રાહ જોયી છયી.


અને પરભુ મને બધાય ભુંડા કામોથી બસાવશે, અને આપડા સ્વર્ગના રાજ્યમાં હારી રીતે હાસવીને લય જાહે, અને એની જ મહિમા સદાયકાળ થાતી રેય. આમીન.


તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.


કેમ કે, જે શહેરનો પાયો સદાય રેહે, એની યોજના કરનાર અને બાંધનાર પરમેશ્વર છે, ઈ એની રાહ જોતા હતા.


કેમ કે એવી વાતો કરનારા સોખું જણાવે છે, કે તેઓ વતનને ગોતી રયા છે.


કેમ કે પરમેશ્વર આપણને કાય વધારે હારું આપવા નક્કી કરયુ છે; જેથી તેઓ ખાલી આપડી હારે જ પુરે પુરૂ કરી હકે.


તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે,


કેમ કે, આ જગતમાં આપડુ એક જગ્યાએ ઘર નથી, પણ આપડે આવનાર તે શહેરની રાહ જોય રયા છયી જે સદાય હાટુ રેનાર છે.


ઈ માણસોને એના પાપથી શુદ્ધ કરે છે, ઈ અને જેને ઈ શુદ્ધ કરે છે, ઈ બધાયનો બાપ એક જ છે. એથી ઈ તેઓને ભાઈઓ કેતા શરમાતા નથી.


મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ