આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.