11 વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.
અને હાંભળ, તારી હગી એલિસાબેત પણ ગઢપણમાં દીકરાનો ગર્ભ રયો છે, જે વાંઝણી કેવાતી હતી, અને એને આ છઠો મયનો જાય છે.
એટલે કે, દેહિક રીતે જે જનમેલા છે તેઓ પરમેશ્વરનાં દીકરા નથી, પણ વચનના દીકરા જ ઈબ્રાહિમના વંશજો ગણાય છે.
પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.
પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે.